Article

તડ અને ફડ- નગીનદાસ સંઘવી સાથે T-20

મેં એમના આર્ટીકલ્સ છેલ્લા કેટલાય સમયથી વાંચ્યા નથી, છતા નગીન બાપા નું લખાણ નિષ્પક્ષ હોય એ વાતથી હું પરિચિત. એટલે જ્યારે આજે ક્લાસમાં એનાઉન્સ થયું કે આજે નગીનબાપાનું વક્તવ્ય છે, એટલે એના પછી ની ક્ષણે હું નક્કી કરી ચુકેલો કે હું અટેન્ડ કરવાનો છું.

5 વાગવા આવ્યા ત્યારે ટપોટપ આત્મિય કોલેજનું ઓડિટોરિયમ ભરાવા લાગ્યું.

આમતો મોટા ભાગના લોકો બાપાને ઓળખતા હશે, છતા ફુલછાબના તંત્રી- કૌશિકભાઇ મહેતાએ ટુંકમાં એમનો પરિચય આપ્યો. જેમાં બાપાની ઉમરનો ઉલ્લેખ તો થાય જ !

આમતો કાર્યક્રમ બે કલાકનો હતો, શરુઆતમાં બાપાએ થોડી જનરલ વાતો કરી, ત્યાર પછીનો સેશન Q-A(ક્વેશ્ચન-આન્સર). જેમા મજા પડે, કોઇ સવાલ પુછે, અને કોઇનીયે પરવાહ કર્યા વગર બાપાનો નિષ્પક્ષ જવાબ આવે. વળી સ્ટેજ પર બેઠેલા ત્યાગવલ્લભ સ્વામિનેય પોતાના આખા બોલા સ્વભાવ વિશે ક્ષમા માગતા રહે.

પુરી બે કલાકનું સેશન જોત-જોતામાં પુરુ થઇ ગયું. ઇતિહાસની ઘટનાઓથી શરુ કરી, છેક ભારતના ભવિષ્ય વિશેની વાતો એમણે પોતાના જવાબોમાં જણાવી. જેમાં ધર્મ અને રાજકારણ, ગાંધી, મોદી, આઝાદી પહેલાનું ભારત આઝાદી પછીનું ભારત, નરેન્દ્ર મોદીની વિદેશનિતીને કેટલી સફળતા મળી શકે વગેરે જેવી વાતો ચાલી.

એક રેકેપ,

  • ભારતને આઝાદી ગાંધીએ નથી અપાવી, ગાંધીએ આઝાદી ટકાવી રાખવાનું શિક્ષણ આપ્યું છે, ભારતને આઝાદી હિટલરે અપાવી છે. અંગ્રેજો કંઇ એમને એમ ભારત છોડીને નહોતા જતા રહ્યા, બીજા વિશ્વયુધ્ધને કારણે સૌનિકોની અછત થઇ, બ્રિટન આર્થિક રીતે કંગાળ થઇ ચુકેલું. અને એટલે એણે ભારતને આઝાદ કરેલું.
  • વિશ્વ ઇતિહાસની અંદર કોઇ પણ જગ્યાએ તમે જોઇ લ્યો, કોઇ પણ સમાજ ગરીબાઇને લીધે નાશ નહિ પામ્યો હોય, પણ પૈસા અને સાહ્યાબીઓના કારણે પતન પામ્યો છે. ગ્રિક સમાજ, આટલો બુદ્ધિશાળી અને હોશિયાર સમાજ ચારસો વર્ષમાં ખતમ. ધર્મ વગર કોઇ પણ સમાજ પોતાનું અસ્તિત્વ ટકાવી શકતો નથી. પંજાબ, ચારેય તરફ હરિયાળી ધરાવતો પ્રદેશ. પંજાબના 70% યુવાનો ડ્રગ એડિક્ટ છે. જેના કારણે આર્મીમાં પંજાબના યુવાનોની સંખ્યા ખુબજ ઘટતી જાય છે. પણ એકલા ધર્મથીએ કશું થઇ શકતું નથી.
  • વચ્ચે સાક્ષી મહરાજના કોન્ટ્રોવર્સિયલ સ્ટેટમેન્ટ(હિંદુ ધર્મને બચાવવા માટે દરેક સ્ત્રિએ પાંચ બાળકોને જન્મ આપવો જ જોઇએ.-સાક્ષી મહારાજ) વિશે વાત કહેતા સ્વામિજીની ક્ષમા માગતા કહે,” સ્વામિજી માફ કરજો, પણ આ સાક્ષી મહારાજ ને અમારા જેવા સંસારીઓની લાગણીની શું ખબર હોય? એમને તો બસ કહી દેવુ છે.” (આખુ શ્રોતાગણમાં હાસ્ય ફેરવાઇ ગયું.)
  • સમાજ સ્ત્રિઓ પ્રત્યે પુરુષ કરતા વધુ સખ્ત રહ્યો છે, એટલે સમાજનો વિકાસ એ સ્ત્રિઓના વિકાસ સાથે દૃઢ રીતે સંકળાયેલો છે.
  • Que.- વ્યક્તિને પ્રાધાન્ય આપવું કે વ્યક્તિત્વને?(સવાલ રાજકારણ પર કેન્દ્રીત હતો.) બાપા નો જવાબ- એમના કામને.
  • કોઇ પણ વ્યક્તિ, રાજકારણમાં કોઇ પણ વ્યક્તિ એ નરેન્દ્રા મોદી હોય કે કોઇ બીજું, એ વ્યક્તિ તરીકે કેવો છે કે એનું વ્યક્તિત્વ કેવું છે એ મારા માટે કંઇ કામનું નથી. એ જેના માટે ચુંટાયેલો છે એ કામ થાય છે તો બસ. પછી વ્યક્તિગત રીતે એ ગમે તે હોય એથી મને કોઇ ફર્ક નથી પડતો.
  • Que.- મોદીની વિદેશનિતીઓની સફળતાની શક્યતા કેટલી ? Ans.- પ્રયાસો સારા છે, પણ એમાં આપણે ધારીએ એટલી સફળતા મળે એવું શક્ય નથી. આંતરરાષ્ટ્રિય રાજકારણ એ સાવ અલગ છે. આપણે ઇચ્છિએ એમ કોઇ દેશ ચાલે એવી શક્યતાઓ ઓછી જ હોય. દરેક દેશને પોતાનો સ્વાર્થ હોય, અને એ પોત-પોતાના હિત પ્રમાણે જ ડગલા માંડે.
  • કોઇએ પૂછ્યું, “ગુજરાતમાં રાજકારણની અસર શિક્ષણ પર કેટલી ?” “લે, તમે ભણોને, કોણ ના પાડે તમને? કોણ અટકાવે તમને?”

(આ સેશનનું કોઇ રેકોર્ડિંગ કરેલું મારી પાસે નહતું, મેં એમ જ બુકની અંદર થોડા પોઇન્ટ્સ નોટ કરેલા, જેના ઉપરથી આ પોસ્ટ કર્યું છે. વર્ડ ટૂ વર્ડ નથી, એટલે ભૂલ હોઇ શકે.)

img_0100
Captured during his speech.
img_0099
Captured during his speech.
Advertisements

1 thought on “તડ અને ફડ- નગીનદાસ સંઘવી સાથે T-20”

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s