Memories

Friendship Day !

“Life is an awful, ugly place to not have a best friend.”
― Sarah Dessen

આપણે રોજ કેટલા બધા લોકોને મળતા હોઇશું. નવા ચહેરાઓ, નવા અવાજો, નવા સ્વભાવ, એ બધાની નવીન આંખો, નવા સપનાંઓ, નવા રંગો, નવી દિશાઓ, અને અનંત એવી ક્ષિતિજો. દરેક વ્યક્તિ અનન્ય છે, યુનિક છે. દરેકની પોતિકી આદત છે. જેમ રંગોમાં રહેલી વિવિધતાજ રઇન-બો ક્રિએટ કરે છે, એવી જ રીતે લોકોમાં રહેલી આ યુનિક આઇડેંટીટી જ ભેગી મળી ને એક મેઘધનુષ્ય રચે છે.

આપણાથી જુદો સ્વભાવ ધરાવતો વ્યક્તિ કદાચ આપણને પસંદ ન પણ પડે એવું બને, છતા એ વ્યક્તિ ત્યાં ખરાબ નથી થઇ જતો, ધે આર જસ્ટ ડિફરંટ. અને એ “અલગતા”ને તમે જ્યારે સ્વિકારી લો છો ત્યારે તમે એના ખરા રંગને જોઇ શકો છો.

એ સત્ય છે કે આપણે આ દુનિયામાં એકલા જન્મ લઇએ છીએ અને એકલા જ ચાલ્યા જઇશું, છતા આપણે લાઇફમાં જેટલા પણ ગમતા ન ગમતા લોકોને મળીએ છીએ એ બધા આપણી આ સફરનો એક ભાગ છે.

સવારના પહોરમાં ચા બનાવતા અંકલ, રસ્તાનાં ખુણામાં ગુલાબના રોપ વેંચતા અંકલની ગુલાબ તાકતી આંખો, કોલેજ જતી વખતે રસ્તાની એક તરફ સુતો સુતો પોતાના હાથને જોયા કરતો પાગલ જેવો લાગતો માણસ,(હા, એની પણ પોતાની સ્ટોરી હશે. કદાચ સૌથી ડિફરન્ટ ! એના જેટલી સહજતા મારામાં પણ નથી.) વહેલી સવારે સ્કુલે જવા માટે તૈયાર થયેલા નાનાં બાળકો, આઇડેન્ટિ કાર્ડ વગર એન્ટર થતા અટકાવતો ગુસ્સાવાળો સિક્યોરિટી ગાર્ડ(એ પણ પોતાની ફરજ બજાવવા સિવાય કશું નથી કરી રહ્યો હોતો આખરે તો !), સ્માઇલ આપી અને બીજા સાથે એમના ભણતર વિશેની વાત કરતો ક્લિનર, લાઇબ્રેરીના કાઉન્ટર પર તમારી બુક ચેક કરતો કાઉન્ટર બોય, ક્યારેય કોઇ સ્ટુડંટના ચહેરા પર નજર પણ ન નાખતી, પોતાના PC માં મશગુલ એવા મિસ બોયકટ લાઇબ્રેરિયન. લાઇબ્રેરીમાં રિડીંગ ટેબલ ને ડ્રેસિંગ ટેબલ સમજી પોતાના વાળ હોળવતી સ્કુલમેટ. કોલેજની મેશમાં સાથે જમતા સ્ટુડન્ટ્સ, સર્વિસબોય્ઝ, અને બીજા સ્માઇલ-સબંધીઓ. બગીચામાં બેઠવા આવતા કેટલાય લોકો જેની સાથેનો આપણો સબંધ માત્ર સ્માઇલનો જ હોય છે છતા ઘણો ગુઢ હોય છે. સાથે સાથે ક્લાસમેટ્સ, રૂમમેટ્સ, લેક્ચરર્સ, ફેમિલી મેમ્બર્સ તો ખરાજ.

રેલ્વે ટ્રિપમાં પાસે બેઠેલી બીંધાસ્ત છોકરી, અથવા શાંત ચહેરે બારીમાંથી બહાર તાકતી બુઢી દાદિ, આસપાસના લોકોની પરવાહ કર્યા વગર ગાળો બોલતા અંકલ, સીટ માટે ઝઘડો કરતી ડોશી. પ્રેમથી બર્થના બધા લોકોને નાસ્તો શેર કરતા આન્ટી. પાસે બેઠેલા નવા મિત્ર સાથે ચોકલેટ શેર કરતી ઢિંગલી. ઉતાવળે ધક્કા મારતા લોકો. અને સૌથી પ્રિય એવા મિત્રો.

કોઇ વ્યક્તિ આપણી સાથે નહી રહે એ આપણે જાણીએ છીએ, પસાર થયેલું જીવન જ સ્મૃતિ બની સચવાતુ હોય છે. પણ લાઇફની સફરના બધા લોકો યાદ નથી રહેતા, પણ અમુક કમીના યારો હંમેશા એક લોંગ ટર્ન આપતા હોય છે આપણા જીવનને. જે હંમેશા યાદ રહે છે.

DSCN0404
આ ચાર મોટી તોપ આગળ પેલી નાની તોપનું શુંં આવે !?

દિવની રખ્ખડપટ્ટી વખતે પાડેલા ફોટામાંનો રેર એવો આ ફોટો કે જેમાં અમે ચારેય સાથે હોઇએ !

Cheers ! Jimmy, Seju, MMM, Karaniyo, Darshan, Panku, and Goko.

(આગળ લટકાવેલો સારાહ ડેસેનનો ક્વોટ ગુડરીડ્સ પાસેથી ઉધાર લીધેલો છે. 😉

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s