Article, Uncategorized

“સિદ્ધાર્થ”

લિટરેચર માટેનું નોબેલ પ્રાઇઝ કોઇ એક પુસ્તક કે સર્જન માટે નથી અપાતું નથી, છતા જ્યાં હર્મન હેસનો ઉલ્લેખ થાય ત્યાં તેમની 1922માં પ્રકાશિત થયેલી નવલકથા “સિદ્ધાર્થ”નો ઉલ્લેખ જોવા મળે જ.

“સિદ્ધાર્થ” એ સ્પિરીચ્યુઅલ ફિકશન  જેનરમાં ગણાય, એમાં ‘સ્વ’થી પર થવાની, મોહ-માયા ત્યાગવાની વાતો છે, પણ એમાં સામાન્ય માનવીય લાગણીઓ ને નકારવામાં નથી આવી. પુસ્તકમાં બે સિદ્ધાર્થ છે, એક સિદ્ધાર્થ નવલકર્થાનો નાયક અને બીજા સિદ્ધાર્થ સ્વ્યં ગૌતમ બુદ્ધ, અને બન્નેને જોડતુ બુદ્ધત્વ.

નવલકથા ચારેક સ્થળો સાથે વીંટળાયેલી છે. એક સિદ્ધાર્થનું પોતાનું ગામ, ત્યાથી દુર આવેલુ વન, નદીનો કિનારો અને પાસેની ઝુપડી, અને શહેર.

સિદ્ધાર્થનો વાસુદેવ સાથે નો સંવાદ, અને ગોવિંદ સાથેનો સંવાદ પરમ તત્વની અને શાંતીની શોધ વિશે હોવા છતા એમાં ભાર નથી તથા એ સામાન્ય માનવીય લાગણીઓથી પર નથી. નવલકથામાં સિદ્ધાર્થ એ બુદ્ધના સમયનો કોઇ યુવાન છે, પણ એ આજના યુથને આકર્ષિત કરી શકે એવો એટિટ્યુડ ધરાવે છે. એ શરુઆતથી જ થોડો અલગ જણાઇ આવે છે. પરંતુ એની પાસે જ્ઞાન છે પણ અનુભુતિ નથી. એ જાણે ઘણુ બધુ પણ એને કશુ સ્પર્શતુ નથી. આ પરિસ્થીતીથી નવલકથાની શરુઆત થાય છે. એ પછી નવલકથામાં એમ્બિશન્સ, વ્યસન, લાલચ, હતાશા, જીવનના એક તબક્કે આવતા સ્યુસાઇડલ થોટ્સ, પ્રેમ, પ્રેમની ઝંખના આ બધુ જ છે.

પહેલા ચેપ્ટરના અંતે નોટમાં દીપક સોલિયાએ ઉલ્લેખ કરેલ મા-બાપ અને સંતાન, ધનુષ અને તિરની વાત પણ રીમાર્કેબલ છે. ખલિલ જિબ્રાને ‘ધ પ્રોફેટ’માં લખેલી વાત સરસ રીતે દીપકભાઇએ લખી છે. (મેં જ્યારે ‘ધ પ્રોફેટ’ પહેલી વખત વાંચેલી ત્યારે તો જિબ્રાનનો આ બોલ બાઉન્સ થયેલો, ફરી જ્યારે રોજર અલર્સે ડાયરેક્ટ કરેલી એનિમેટેડ મુવી ‘ધ પ્રોફેટ’ જોઇ ત્યારે સમજાયું કે ખલિલબાપુ કયા તિર અને ધનુષ વિશે કે’તાતા.) તથા ચમત્કારો વિશેની વાતો પણ ખુબ લોજિકલ છે.

અહિંયા શેર કરવા લાયક ઘણું બધું છે પુસ્તકમાં, પણ એ ક્વોટ સાથેની પરિસ્થીતી વિશે લખીશતો શક્ય છે રાઝ રાઝ ન રહે. આ કોઇ થ્રિલર નોવેલ નથી કે અંત ખબર પડી જાય તો વાંચવાની મજા બગડી જાય, છતા એ સ્પોઇલ કરવાનો ગુનો હું નહિં કરુ. છતા આ ગમતીલું વાક્ય તો લખીશ જ.

“માણસ જ્યારે શોધે છે ત્યારે સ્વાભાવિક છે કે એને એ જ દેખાવાનું જેને એ શોધી રહ્યો છે. પછી એને કશું મળતું નથી. એ કશું પામી શકતો નથી શકતો, કારણ કે એનું તો બધુ ધ્યાન એને જે ચીજ જોઇએ છે તેના પર ચોંટેલું હોય છે. શોધવું એટલે શું? એ જ કે એક લક્ષ્ય હોવું. પરંતુ પામવું એટલે શુંં? પામવું એટલે મુક્ત હોવું, ચીજોને આવકારવા માટે ખુલ્લા હોવું. લક્ષ્યવીહોણાં હોવું.”

“જ્ઞાન આપી(વિચાર) શકાય, પણ સમજદારી(અનુભવ) ન આપી શકાય.”

 

“સિદ્ધાર્થ” મુળ જર્મન ભાષામાં લખાયેલી છે. એના ઘણા બધા ભાષંતરો થયા છે. ગુજરાતીમાં પણ આ પુસ્તકનુંં અનુવાદ અગાઉ રવીન્દ્ર ઠાકોર અને અલ્કેશ પટેલ દ્વારા થઇ ચુક્યો છે. એ બધા સારા અનુવાદ હશેજ, પણ દિપક સોલિયાની કોમેંટરી સાથે આવું આધ્યાત્મ વાંચવાની મજા છે, એ એમાં નહિ હોય એટલુ તો શ્યોર છે.

Book-સિદ્ધાર્થ-એક ક્લાસિક કૃતિ
Original writer- હર્મન હેસ
Narrettion-દીપક સોલિયા
Publisher-સાર્થક પ્રકાશન
Page-105
Price- ‎130 ‎₹
ISBN:978-81-926868-4-4

Advertisements

2 thoughts on ““સિદ્ધાર્થ””

  1. સિદ્ધાર્થ’નું અલ્કેશ પટેલ અનુદિત પુસ્તક મારુ અત્યંત પ્રિય પુસ્તક છે અને તેના પર જ દિપક સોલીયા દ્વારા લખાયેલ પુરી સિરીઝ પણ અખબારમાં કટકે કટકે રસભર વાંચી હતી ~ શશી કપૂર અભિનીત સિદ્ધાર્થ મુવી પણ ખુબ જ સરસ છે .

    Liked by 1 person

    1. સિદ્ધાર્થ છે જ એવી રીતે લખાયેલી, કે ગમી જ જાય. સિદ્ધાર્થ પર મુવી બન્યુ છે એ વિશે વાંચેલુ પણ જોયું નથી. મળશે તો ચોક્કસ જોઇશ.

      Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s