Article

Everybody Hurts

Out beyond ideas of wrongdoing and right doing, there is a field.
I will meet you there.
-Jalaluddin Rumi

રૂમીદાદાએ સાતેક સદી પહેલા લખેલું આ ખુબ જ પ્રખ્યાત ક્વોટ, લગભગ બધાએ વાંચ્યુ જ હશે. વાંચીએ એટલે આનંદ થાય,”વાહ! ક્યા બાત કહી… તાલીયાં…” અને બેશક રુમીદાદાએ દિલચીરીને આ લખેલુ હશે.

પંખીડાઓ(હા ભૈ, પ્રેમી પંખીડાઓ જ!) પ્રેમમાં પડે, હળે-મળે, હરે-ફરે, હસે-હસાવે, કિટ્ટા થાય-બીલા થાય, રડે-રડાવે, ખાય-ખવડાવે, આમ એકબીજા જીવે-જીવાડે-અને જીવતા શીખવાડે… ત્યાં સુધી બધુ ઓકે, પણ જ્યારે એકબીજા માટે અથવા એકબીજાના કારણે કુદકા લગાવે, જીવન ટુંકાવે કે પછી જીવનથી હારી જાય…

ત્યારે સાલ્લુ લાગી આવે.

એક સમય હોય છે કોઇને યાદ કરવાનો, દુ:ખી થવાનો, રડવાનો, કલાકો સુધી બસ એમ જ પથારીમાં પડ્યા પડ્યા, જુના મેસેજ વાંચીને- ફોટોગ્રાફ્સ જોઇને માંડ રુજાવા આવેલા ઘાવ- ભુલાવવા લાગેલી વાતોને ફરી તાજા કરવાનો, અને સાંજ પડ્યે કશું ફ્રૂટફુલ કર્યા વગર સુઇ જવાનો… દુ:ખ તો થવુંં પણ જોઇએ-એ નિશાની છે તમારા એટેચમેન્ટની, દુ:ખી થવામાં કંઇજ ખોટુ નથી, It is totally Okay, પણ સતત દુ:ખી રહેવું, યે બાત કુછ હજમ નહિં હોતી.

અહિં અંત ન હોવો જોઇએ.

અહિંથી આગળ પણ એક મજાની સફર હોય છે, એક તબક્કો હોય છે- ફરી બેઠા થવાનો. ઉભા થવાનો. પોતાની જાતને સંભાળવાનો- સમજાવવાનો. વાસ્તવિકતાને સ્વીકારવાનો. તુટીને વિખેરાઇ ગયેલા સાથે જોયેલા સપનાંઓને એકલા હાથે વીણીને ફરી એક નવી શરુઆત કરવાનો… ક્યારેક ગુલાબ લેવા જતા જો હાથ કાંટામાં ધુસી જાય ત્યારે વધુ અંદર જવાને બદલે ગુલાબની આશા છોડીને હાથ પાછો લઇ લેવામાં ભલાઇ હોય છે. હર વખતે ‘હોલ્ડ ઓન’ ન હોય, ક્યારેક ‘મુવ ઓન’ પણ કરવું પડે.

આ ઇમ્પોર્ટ્ન્ટ છે. વો ભી જરૂરી થા, યે ભી જરૂરી હૈ.

ફરી-ફરીને એ જ વ્યક્તિ કે જેને તમારી સહેજેય પડી નથી એની પાસે જવામાં અને અપેક્ષાઓ રાખવામાં માત્ર મુર્ખાય જ હોય છે, આવા લોકો માટે તમે જ્યારે ‘ઓલવેઝ એવેલેબલ’ થઇ જાવ પછી તમારી એવેલેબિલિટીનું મહત્વ ન રહે.

અત્યારના લેટેસ્ટ સિનારીયોને ધ્યાનમાં લેતા, રુમીદાદાના ઉપરના ક્વોટને ભાંગી તોડીને એક નવું વર્ઝન બનાવ્યું છે,

Out beyond ideas of wrongdoing and right doing, there is a field.
you would have met me there.
But, sorry dear, now I don’t live there anymore.

જેમાં કવિ કહેવા માગે છે કે, “સાચા-ખોટાના વિચારોની પેલ્લે પાર એક મેદાન છે, તમે મને ત્યાં મળી શકતા હોત. પણ સોરી દોસ્ત, હવે હું ત્યાં નથી રહેતો.”

Respect yourselves.

It is Okay… Everything is Okay.

“Everybody Hurts

When the day is long and the night, the night is yours alone,
When you’re sure you’ve had enough of this life, well hang on
Don’t let yourself go, cause everybody cries and everybody hurts sometimes

Sometimes everything is wrong. Now it’s time to sing along
When your day is night alone, (hold on, hold on)
If you feel like letting go, (hold on)
When you think you’ve had too much of this life, well hang on

Cause everybody hurts. Take comfort in your friends
Everybody hurts. Don’t throw your hand. Oh, no. Don’t throw your hand
If you feel like you’re alone, no, no, no, you are not alone

If you’re on your own in this life, the days and nights are long,
When you think you’ve had too much of this life to hang on

Well, everybody hurts sometimes,
Everybody cries. And everybody hurts sometimes
And everybody hurts sometimes. So, hold on, hold on
Hold on, hold on, hold on, hold on, hold on, hold on
Everybody hurts. You are not alone”

REM (Music Band)

(Picture: Google Photos. Song: Everybody Hurts- GoodReads)

Advertisements

3 thoughts on “Everybody Hurts”

  1. ખરી વાત છે અલ્યા….”જેમ ધરતી ને અવકાશ ક્યારેય નથી મળતા છતાંય ક્ષિતિજ નું ઉદાહરણ છે એમ હું ને તું ક્યારેય નહીં મળીએ પણ આપણા પ્રેમ નું આ વ્યાખ્યાન છે.”

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s