Article

કેરેક્ટર ઢીલા હે!

આપણે ત્યાં લોકોએ અન્ય વ્યક્તિઓના “કેરેક્ટર” ને જજ કરવાનો ઠેકો લઇ રાખ્યો છે. એ લોકો બીજાને જજ કરીને તેમને કેરેક્ટર સર્ટિફિકેટ આપવા હર-હંમેશ તૈયાર હોય છે. એવા લોકોને ક્યાંય શોધવા નથી જવા પડતા, એ આપણી આસપાસ જ મળી આવતા હોય છે.

છોકરાઓના ટોળાઓ સાથે બેઠતી છોકરીઓ,
બાઇક પર કોઇ છોકરાને બેક સીટ પર ટાઇટ હગ કરી બેઠતી છોકરીઓ.
સાંજે કામ પરથી મોડી આવતી છોકરીઓ.
કલીગ સાથે હસીને વાત કરતી.
ક્યારેક માત્ર કોઇ સામે સહજ સ્માઇલ કરતી છોકરી.

આવા ઘનચક્કર લોકો આ દરેક છોકરી પર તરત જ “રાંડ”નું લેબલ લગાવી દેતા હોય છે. એમના કિચડછાપ દિમાગમાં “ડુ” અને “ડોન્ટ” નું એક ક્લાસિફિકેશન થઇ ચુકેલું હોય છે, જેના પરથી એ લોકો કોઇ પણ છોકરીને “સંસ્કારી” અથવા “બગડેલી”નું લેબલ લગાવતા હોય છે.

એવા લોકો બીજાને તરત તેમના નામનું કેરેક્ટર સર્ટિફિકેટ રેડી કરી આપે- એ તો એવી/એવો જ છે. “એવી/એવો” એ બહુઅર્થી શબ્દ છે. બધા પોતપોતાની જાત પ્રમાણે એનો અર્થ કાઢી લેતા હોય છે.

હું મળેલો છું કારણ વગર બીજાના કેરેક્ટરને ઢીલું કહેવા વાળા આ લોકોને.
ઓટલા પર પંચાત કરવા બેઠતી અને પોતાની જાતને વડીલોમાં ખપાવતી સ્ત્રીઓ પણ બીજાના ચારિત્ર્યને જજ કરી આવા શબ્દો બોલતા સાંભળી છે. પોતે પણ કોઇ દિકરીના બાપ છે એ ભુલી જઇને પોતાની દિકરીની ઉમરની છોકરીઓને પેહેલા તીરછી નજરથી જુએ અને ઉપરથી “ખરાબ ચારિત્ર”નું લેબલ લગાડતા કહેવાતા વડીલોને પણ નજીકથી જોયા છે. અને જેને યુવાનો કહેવાય છે એવા છોકરાઓને, કોલેજમાં એમના હાથમાં ના આવી શકતી દરેક છોકરીઓ ને રાંડ કહીને બોલવાતા સાંભળ્યા છે.(‘ભુખ્યા શિયાળ’ ની વાર્તાની જેમ આમાં મુળે તો દ્રાક્ષ હાથમાં ન આવે એટલે એ ‘ખાટી’ છે એવું કહી દેવાની વાત છે!)

છોકરીઓ બાબતે “ડુ” અને “ડોન્ટ્સ”નું લીસ્ટ જેટલું મોટુ છે એટલું છોકરાઓ માટે નથી. એ લોકો માં આ ખુબ સિમ્પ્લિફાઇડ છે. “પૂરુષની તો જાત જ એવી છે” ” બધા પુરુષો સરખા જ હોય છે.” પુરુષની આખી જાતને ‘મોલેસ્ટર’ની કેટેગરીમાં નાખી દેવાય છે!

આવા લોકોને પુછવાનું મન થાય કે એ લોકોને આ લેબલો લગાડવાનો હક કોણે આપ્યો? એ લોકો પોતે કેટલા દુધના ધોયેલા છે કે બીજાને આવું કહી શકે? એમની નજરમાં એવી તો કેટલી શુદ્ધતા છે કે એ અન્ય લોકોના ચારિત્ર્ય છે પોતાના ત્રાજવામાં તોલવા બેસે છે?

(હું પોતે આવા લોકો સાથે બોલાચાલીમાં ઉતરેલો છું, પણ આઉટકમના નામે ઝિરો. અંતે એવું સમજ્યો છું કે આમને કશુંં કહેવાનો અર્થ નથી.)

 

Advertisements

3 thoughts on “કેરેક્ટર ઢીલા હે!”

  1. Reblogged this on વિચારોની હેરાફેરી (Exchange Of Thoughts) and commented:
    અતી વ્યસ્ત જીંદગી માંથી બે પળ કાઢી ને આ લેખ વાંચજો કારણ્કે આમા મારા મિત્ર એ એવા લોકો ની વાત કરી છે જે પોતાની આખી જીંદગી તમારા માટે કાઢે છે.

    ખરેખર અદભુત 😉

    Like

  2. સ્ત્રીઓને બેવડો માર ઝીલવો પડે છે – પુરુષો તો દ્રાક્ષ ખાટી કહીને જેમતેમ બોલે જ છે પણ અન્ય સ્ત્રીઓ ખુદ પણ તેમની કટ્ટર આલોચક બની બેસે છે. અસંસ્કારી સમાજ સતત સંસ્કારની વાત કર્યે રાખે છે તેનાથી મોટી ટ્રેજેડી શું હોઈ શકે ?

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s