અધૂરું ચિત્ર

પપ્પા ઘરે આવ્યા, રિઝલ્ટ જોયું.
આજે ફરી મેથ્સમાં ઓછા માર્ક્સ.
એણે ખુશાલને બોલાવ્યો.
દિવસભરના તાણ અને થાક પછી ગુસ્સાથી એણે એક સડસડતો તમાચો એના ગાલ પર મારી દીધો.

~~~

દાંત પડી ગયો,
લોહી નીકળ્યું.
એ થોડી વાર પપ્પા સામે ઉભો રહ્યો. ચૂપ એકદમ.
અને પછી
દોડતો પોતાના રૂમમાં આવ્યો.
અને
એના મોઢામાંથી ટપકતા લોહીના ટીપાઓથી એ ડ્રોઈંગ બોર્ડ પર કશુંક કરવા લાગ્યો.

હા, આજે લાલ રંગ ખૂટી ગયો હતો.
લાલ રંગ વગરએ ચિત્ર અધૂરું જ રહી ગયું હોત.

બાય ધ વે, હેપી ફાધર્સ ડે.

લેખક=ઇશ્વર ?

લેખક જીવે, લેખક વાચે, લેખક વિચારે, લેેખક લખે.
લેખક પ્રેમ કરે, રોમીયો જેટલી શિદ્દતથી.
લેખક પ્રેમાળ હોય, મા ના વ્હાલ જેટલો.

લેખક એના પાત્રોને જન્મ આપે,
એને ઉછેરે-મોટા કરે, એમ જ જેમ કોઇ મા પોતાના બાળકને મોટા કરે. એને હસાવે. એને વ્હાલ કરે. એને પંપાળે.
એને નવી નવી ચેલેન્જ આપે,
ટ્રાવેલ કરાવે,
પ્રેમ કરાવે,
સપનાઓ દેખાડે.
એને ચિક્કાર જીવતા શીખવાડે,
એને ઉચાઇઓ સર કરતા શીખવાડે.

લેખક એના પાત્રોના બ્રેક-અપ કરાવે.
પિડા આપે,
રડાવે,
ભુખ્યા-રખડાવે,
એણે જોયેલા સપનાઓ તોડી પાડે,
ડિપ્રેશનમાં ઉતારી દે.
એ પોતાના પાત્રો પાસે ગુનાઓ પણ કરાવે

લેખક ક્રુર પણ હોય.
એ પોતાના પાત્રોને ઠંડા દિલથી મારી નાખે, જાણે એમનું અસ્તિત્વ કોઇ મહત્વનું ન હોય.
જે પાત્રને એક વાચક તરીકે તમે માત્ર શબ્દોના જોરે પ્રેમ કરવા લાગતા હો, એવા પાત્રને મારવું પણ એમના માટે સાવ સહેલું હોય છે.

અથવા
કદાચ લેખક પોતે પણ દુ:ખી થતો હશે, કહાનીના કોઇ પ્રિય પાત્રને મારી નાખ્યા પછી.
એનો હાથ પણ અટકાયો હશે એ લખતા પહેલા.

એ દુ:ખી થતો જ હશે, તો જ એ લાગણી વાચક સુધી પહોંચી શકતી હશે.

લેખક, ઇશ્વર છે પોતાની કહાનીના પાત્રોનો.
એના હાથમાં બધુ જ તો હોય છે.
એ અમર પણ છે,
એ જીવતો રહે છે પોતાની કહાનીમાં, એના પાત્રોમાં, વર્ષો સુધી.

અથવા
લેખક પોતે પણ એક પાત્ર છે, માત્ર.
એનો પણ કોઇ ઇશ્વર છે, જે પોતાના પાત્રો પાસે એના પાત્રો રચાવતો હશે.
હશેજ કદાચ, બાકી વાર્તાઓ જીવન સાથે આટલી ગાઢ રીતે ના જોડાતી હોય.

‍‍‍‍- કેવલ
(Image Source: http://www.anapnoes.gr)

બાળપણ

કરચલી ભર્યા કપાળ અને
ધ્રુજે સતત આ હાથ છતા,
એકલો દોટ મુકું હું ઘરમાં
આજ ફરી મેં બાળપણ ભાળ્યું.

પાટી-દફ્તર, ફેંકી ને ભાગી.
જોઇ નથી ને સિસોટી માંગી.
બુમ-બરાડા બપોરે પાડતા,
શેરી આખીને અમે જગાડતા.

જો કોઇ લઇ આવે ફરિયાદ,
હું કરતો દાદીને યાદ,.
ખોળામાં માથુ રાખી હું રડતો,
સાચા હોવાની જીદ્દ હું કરતો.

ગર્જના સમો દાદી નો અવાજ.
મોટાને સન્માન, એવો રિવાજ.
ખુશી મને હરક્ષણ દેખાતી,
આકાશમાં કિકિયારી ફેલાતી.

જુના ફોટામાં નાનપણ ભાળ્યું.
આજ ફરી મેં બાળપણ ભાળ્યું.

~ ~ ~

પણ હવે બોલવું નથી.

તું પૂછે છે કે મારી પાસે હવે બોલવા માટે શબ્દો ખુટે છે ?

શબ્દો ? અરે ! ના.
શબ્દો નથી ખુટતા,
એ તો ક્યારેય નહતા ખુટતા,
અને આજે પણ નથી ખુટતા.

કહેવા જેવી કેટલીય ઘટનાઓ બની ચુકી મારી સાથે આ દોઢેક વર્ષમાં,

જુની કોલેજ,
જુના મિત્રો,
જુનો રુમ,
અને,
એક આખુ ચિક્કાર શહેર છોડીને,
હું નવા શહેરમાં આવી ગયો.
નવા જ પ્રદેશમાં આવી ગયો છુંં.

કેટલીય અજાણી લાગણીઓથી ઘેરાયને-ગુંગળાઇને જીવાયું છે અહિંયા

કેટલાય નવા પ્રય્ત્નોમાં રહેલી મારી અધુરપ ને કારણે મને મળેલી નિષ્ફળતાઓ.
અને કેટલીય નાની છતા ખુશીઓથી છલોછલ કરી દેતી સફળતાઓ.
મારી રખ્ખડપટ્ટીના નવા સ્થળો,
મારી બુક્સ સાથે બેઠવાની નવી જગ્યા,
ઉઠવાનો સમય, સુવાની જગ્યા,
મારુ નવુંં ફેવરીટ ગીત,
મને પસંદ પડેલો મુવિનો કોઇ દિલમાં ઉતરી જનારો ડાયલોગ,
કોઇ નોવેલનું પાત્ર કે જેના પ્રેમમાં હું બરોબર તને સાંભળીને તારા પ્રેમમાં પડેલો એ રીતે જ પડ્યો છું,
આ બધાથી તુંં સાવ અજાણ, જાણે કશું થયું જ નથી એ રીતે બેખબર.

આટઆટલી વાતો છે કહેવા માટે,

પણ
હવે બોલવું નથી.

જુની એ કુંંણી લાગણીઓ ને હવે ફરી ન ખીલવવામાં જ ભલાઈ છે.
અને કદાચ એટલે જ
હવે
કશું બોલવુ નથી.

 

Status

To being…

Every time there is raining outside,

I get off my room

and

come outside under a wide sky,  full of dark clouds,

leaving my all work aside.

Even I have cough,

I argue with my health-consciousness

saying,”Hey, bro., just for a single minute, Can I ?”

I do this

because every time I caress raindrops,

I feel like I really exist.

It makes me feel

how it is to be like being.

Waves of eternal beauty are so immense,

that

every single touch leave mark inside my heart.