Childhood

બાળપણ

રડી શકાતુ.

ઉંઘ ન આવે તો પણ અને અડધી રાતે જાગી જવાય તો પણ.

ભુખ લાગે તો પણ અને પેટ ભરાય જાય તો પણ.

સહેજ પલળી જવાય તો પણ અને તરસ્યુ થવાય તો પણ.

પડી જવાય તો પણ અને ચડતા-ચડતા થાકી જવાય તો પણ.

કોઇ મોટા કારણની જરુર નથી પડતી હોતી રડવા માટે,
એક મજાનો સમય હોય છે- બાાળપણ.

Advertisements

બાળપણ

કરચલી ભર્યા કપાળ અને
ધ્રુજે સતત આ હાથ છતા,
એકલો દોટ મુકું હું ઘરમાં
આજ ફરી મેં બાળપણ ભાળ્યું.

પાટી-દફ્તર, ફેંકી ને ભાગી.
જોઇ નથી ને સિસોટી માંગી.
બુમ-બરાડા બપોરે પાડતા,
શેરી આખીને અમે જગાડતા.

જો કોઇ લઇ આવે ફરિયાદ,
હું કરતો દાદીને યાદ,.
ખોળામાં માથુ રાખી હું રડતો,
સાચા હોવાની જીદ્દ હું કરતો.

ગર્જના સમો દાદી નો અવાજ.
મોટાને સન્માન, એવો રિવાજ.
ખુશી મને હરક્ષણ દેખાતી,
આકાશમાં કિકિયારી ફેલાતી.

જુના ફોટામાં નાનપણ ભાળ્યું.
આજ ફરી મેં બાળપણ ભાળ્યું.

~ ~ ~