Article

Humanism

દેવીદેવતા, ઇશ્વર, ભગવાન, અલ્લાહ, ધર્મ, શ્રદ્ધા, આસ્થા, આ બધુ જ જરૂરી છે, પણ સાથે આ બધી બાબતો માણસની પોતીકી હોવી જોઇએ/આંતરિક હોવી જોઇએ એવું મને હંમેશા લાગ્યુ છે.

મારી સાથે રોડ ક્રોસ કરતા આધેડને રોડ ક્રોસ કરવામાં મદદ કરવા માટે મારે એમની જ્ઞાતિ કે ધર્મ જાણવાની જરૂર નથી પડતી, કે પછી કોઇ વ્રુદ્ધાનો સામાન ઉચકવામાં મદદ કરવા માટે મારે એના ગોત્ર જાણવાની જરૂર નથી પડતી. શું ફર્ક પડે પોતાની જીંદગીના સાતમા દશકામાં જીવતો એ પુરુષ મુસ્લિમ છે કે હિન્દુ એનાથી? શું ફર્ક પડે જો એ વ્રુદ્ધા ઇસાને અનુસરતી હોય એનાથી?

હું માનુ છુ કે ધર્મ એ આધાર છે આપણો, માણસને હંમેશા કશુંક જોઇતુ હોય છે, જેના પર એ આધાર રાખી શકે,  Something to rely on, જેમાં એ વિશ્વાસ રાખી શકે, જેની પાસે જઇ એ પોતાના દુ:ખ ગાઇ શકે.

પણ આજકાલ નવો ટ્રેન્ડ છે- બીજાના ધર્મ/સંપ્રદાય ને બીજા પોતાના ધર્મ/સંપ્રદાય કરતા ઉતરતો બતાવવાનો. કોઇ પોતાના સંપ્રદાય પ્રત્યે પ્રેમ અને આદર રાખે એ સહજ- સ્વિકાર્ય હોય અને હંમેશા આવકાર્ય હોય, પણ તેઓ જ્યારે બીજા ધર્મ/સંપ્રદાયને નીચા દેખાડવાના પ્રયત્નો કરે ત્યારે એ પોતાના ધર્મની છબીને પણ લાંછન લગાડતો જણાય છે.

જ્યારે જ્યારે ધર્મ અને શ્રદ્ધાની વાત આવે ત્યારે ગીરના એક ગામડાંના મંદિરમાં, સાંજની આરતી વખતે ઝાલર વગાડતા ફકીરનો ચહેરો મારી આંખ સામે તરવરવા લાગે છે. એ લાંબી સફેદ દાઢી, ઉપર મુસ્લિમ ધર્મમાં પહેરે એ ટોપી પહેરેલી, લાંબો ઝભ્ભો સફેદ પેન્ટ પહેરીને તન મનથી એક થઇ, ક્યાંક શુન્યમાં ખોવાઇ ગયેલી ગુઢ આંખો વાળા એ ફકીરને હું ઝાલર વગાડતા જોઉ છું ત્યારે સમજાય છે કે, શું ફર્ક પડે એ હિન્દુ હોય કે મુસ્લિમ હોય? શું ફર્ક પડે એ પાંચ વખત નમાઝ પઢે કે બે વખત આરતી કરે? શું ફર્ક પડે એ શુક્રવારે મસ્જિદમાં જાય કે સોમવારે અને શનિવારે મંદિરે જાય? શું ફર્ક પડે એ રોજા રહે કે શ્રાવણ મહિનો રહે?

પોતાનામાં ખોવાઇને કુદરત સાથે એક-આકાર થઇ જવાય ત્યાં દરેક ધર્મ એક થતો હોય છે.

Let another name for Religion be Humanism.
~‍‍ Taslima Nasrin, in her book “Lajja

~ Keval
(Picture Source: Captured from a YouTube Video)

Advertisements
Poetry

में सालों से देखता आया हु

में सालों से देखता आया हु,

मेरे अब्बूको नमाज़ पठते हुए और मेरी माँ को पूजा करते हुए।

वह दोनों बचपनसे साथ रहे है
साथ बड़े हुए है
वह कॉलेजभी साथ ही में जाया करते थे
और शादी के बाद कई सालों से एक छत की निचे जी रहे है

ऐसा नहीं की वह कभी झगड़ते नहीं
ऐसा नहीं की उनके बिच कभी मनमुटाव नहीं होते।

मैंने देखा है माँ को सबके सामने अब्बूको डांटते हुए, और फिर शामको चार मिल दूर सब्जी मंडी जाकर, गाजर लाकर, अब्बुका पसन्दीदा हलवा बनाते हुए।

मैंने देखा है अब्बू को माँ पर हाथ उठाते, और फिर रातको तकिये तलें आंसू बहाते हुए

पर कभी उनके बिच की लड़ाइयोकी वजह उनका मज़हब नहीं रहा, उन्होंने अपनाया है एकदूजेको उनके अस्तित्व के साथ।

इसी लिए मज़हब के नाम पर खून खराबा और आतंक मचाते इन गुंडों को देखता हु तो सहम जाता हु, डर जाता हु में।

में सालों से देखता आया हु
मेरे अब्बूको नमाज़ पठते हुए और मेरी माँ को पूजा करते हुए।

ऐसा नहीं की वह कभी झगड़ते नहीं,
ऐसा नहीं की उनके बिच कभी मनमुटाव नहीं होते,
पर कभी उनके बिच की लड़ाइयोकी वजह उनका मज़हब नहीं रहा,
कभी नहीं।

-केवल गोहिल